આ જેલમાં હંસ કરે છે ચોકીદારી, દરેક કેદી પર રાખે છે ચાંપતી નજર

27 December, 2023 11:02 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

ત્યાંના જેલરના જણાવ્યા મુજબ રાતના સમયે નીરવ શાંતિ હોય છે. દિવસે પણ જેલમાં ખાસ્સી શાંતિ હોય છે ત્યારે આ હંસ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

પ્રતીકાત્મક તસવીર

બ્રાઝિલની એક જેલ આજકાલ એના ગાર્ડ્સને કારણે ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે બ્રાઝિલની ઘણી જેલમાં ગાર્ડ ડૉગ્સની જગ્યાએ હંસ રાખવામાં આવ્યા છે. ત્યાંના વહીવટી તંત્રનું 
માનવું છે કે પક્ષીઓની સાંભળવાની ક્ષમતા ઘણી સારી હોય છે અને જરા પણ સ્થિતિ બદલાય તો એ અવાજ કરવા માંડે છે. ત્યાંના જેલરના જણાવ્યા મુજબ રાતના સમયે નીરવ શાંતિ હોય છે. 
દિવસે પણ જેલમાં ખાસ્સી શાંતિ હોય છે ત્યારે આ હંસ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. મળતી માહિતી મુજબ બ્રાઝિલની જેલ કેદીઓને ભાગતા રોકવા માટે હંસ પર નિર્ભર છે. 
એવું પણ માનવામાં આવે છે કે ગાર્ડ તરીકે હંસ ઘણા પ્રભાવશાળી હોય છે.

offbeat videos offbeat news social media brazil