૧ કિલો સૉલ્ટમાં કેટલા કણ હોય? ૪ દોસ્તોએ ૯ દિવસ સુધી ગણતરી કરી

16 April, 2026 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શું તમે કદી વિચાર્યું છે કે આપણે જે રોજ ખાઈએ છીએ એ નમકના એક કિલોના પૅકેટમાં આખરે કેટલા કણ હોય છે? નમકના કણોની તો કંઈ ગણતરી હોય? ભલે આપણને સાંભળવામાં અજુગતું લાગે, પણ સોશ્યલ મીડિયામાં આ પ્રયોગ થયો છે.

૧ કિલો સૉલ્ટમાં કેટલા કણ હોય? ૪ દોસ્તોએ ૯ દિવસ સુધી ગણતરી કરી

શું તમે કદી વિચાર્યું છે કે આપણે જે રોજ ખાઈએ છીએ એ નમકના એક કિલોના પૅકેટમાં આખરે કેટલા કણ હોય છે? નમકના કણોની તો કંઈ ગણતરી હોય? ભલે આપણને સાંભળવામાં અજુગતું લાગે, પણ સોશ્યલ મીડિયામાં આ પ્રયોગ થયો છે. વિડિયોમાં એક યુવકે ૧ કિલો સૉલ્ટના પૅકેટને ટેબલ પર વેરી દીધું અને પછી તેના ચાર દોસ્તોએ સાથે મળીને એક-એક કણ ગણવાનું શરૂ કરી દીધું. લગાતાર નવ દિવસ સુધી દોસ્તોએ ગણતરી કરી. આખરે તેમણે જાહેર કર્યું કે એક કિલો સૉલ્ટમાં ૧,૪૨,૧૩,૭૫૩ કણો હોય છે. 
૧૦૦ ગ્રામ સૉલ્ટમાં ૧૩ લાખ ૭૫ હજાર કણો હોવાનું તેમણે નોંધ્યું હતું. એ હિસાબે એક કિલોમાં ૧,૩૭,૫૦,૦૦૦ કણો હોવા જોઈએ, પરંતુ જ્યારે તેમણે અસલમાં એક-એક કણ ગણ્યો તો આ અંદાજ કરતાં વધુ કણો નીકળ્યા હતા. જોકે દરેક પ્રકારના નમકમાં આટલા જ કણો હોય એવું ન કહી શકાય, કેમ કે વિવિધ પ્રકારના સૉલ્ટના કણોના આકાર એક જેવા નથી હોતા. બીજું, મીઠું હવામાં ખુલ્લું રાખવામાં આવે તો એના કણો હવામાંના ભેજ સાથે પ્રક્રિયા કરીને પીગળી જતા હોવાથી કણોની સંખ્યા ઉપરનીચે થઈ શકે છે.

offbeat news social media food news food and drink national news