12 September, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાઇકપ્રેમી યુવકે દેશી જુગાડ લગાવીને બાઇકમાં વધારાની ફ્રેમ અને વધારાનાં ટાયરો સેટ કર્યાં છે
આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં કે સર્કસના મૌત કા કુઆંમાં જ અવનવી અને અનોખી ડિઝાઇનવાળી બાઇક્સ જોતા હોઈએ છીએ. જોકે સોશ્યલ મીડિયા પર હાલ એક એવો શૉર્ટ વિડિયો વાઇરલ થયો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કહી રહ્યા છે કે આ બાઇક તો ધૂમ 4માં હોવી જોઈએ. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલા આ વિડિયોમાં એક યુવક રોડ પર ૬ ટાયરવાળી ઊંચી બાઇક નિરાંતે ચલાવતો નજરે પડે છે. બાઇકપ્રેમી યુવકે દેશી જુગાડ લગાવીને બાઇકમાં વધારાની ફ્રેમ અને વધારાનાં ટાયરો સેટ કર્યાં છે. તે સામાન્ય બાઇકની જેમ જ આ ઊંચી ૬ ટાયરવાળી બાઇકને રસ્તા પર દોડાવી રહ્યો છે. વિડિયો જોયા પછી લોકોના મનમાં સવાલો પણ થઈ રહ્યા છે કે યુવક આટલી ઊંચાઈ પર બૅલૅન્સ કેવી રીતે રાખતો હશે અને બાઇક ઊભી રાખતી વખતે તેના પગ જમીન સુધી કેમ પહોંચતા
હશે?