તામિલનાડુના રિઝર્વમાં હાથીઓ માટે તૈયાર થાય છે સ્પેશ્યલ બ્રેકફાસ્ટ

01 December, 2022 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથીઓ શિકારી નથી હોતા તથા સંપૂર્ણપણે શાકાહારી હોય છે

Theppakadu

આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ ટ્‍વિટર પર એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તામિલનાડુના મધુમલાઈ ટાઇગર રિઝર્વમાં થેપ્પકાડુ એલિફન્ટ કૅમ્પમાં કેવી રીતે હાથીઓ માટે નાસ્તો તૈયાર કરવામાં આવે છે એ દર્શાવાયું છે.

સુપ્રિયા સાહૂએ ટ્‍વિટર પર લખ્યું છે કે હાથીઓ માટે રાગી, ગોળ અને ચોખા તથા થોડું મીઠું નાખીને નાસ્તો તૈયાર કરવામાં આવે છે, જે કૅમ્પના પશુચિકિત્સક દ્વારા તૈયાર કરવામાં આવે છે. હાથીઓ શિકારી નથી હોતા તથા સંપૂર્ણપણે શાકાહારી હોય છે, પરંતુ એમના શરીર પ્રમાણે એમની ભૂખને સંતોષવા માટે ભોજનની વ્યવસ્થા આવશ્યક છે. સામાન્ય રીતે તેઓ જંગલમાં ફરીને પોતાનો ખોરાક મેળવી લેતા હોય છે, પરંતુ વિશ્વના અનેક રિઝર્વમાં તેમના કૅરટેકર તેમને માટે ખોરાક તૈયાર કરતા હોય છે.

 

આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂએ શૅર કરેલી વિડિયો-ક્લિપમાં જોઈ શકાય છે કે રિઝર્વના કામદારો એક મોટા ટેબલ પર હાથી માટે રાગી, ગોળ, ચોખા અને થોડું મીઠું ભેગાં કરીને મોટા બૉલ તૈયાર કરી રહ્યા છે.

offbeat news viral videos tamil nadu national news