29 June, 2023 11:08 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ચિયર્સ માટે સ્કાય ઇઝ ધ લિમિટ
ફ્રાન્સના બોર્ડો સિટીમાં રીસન્ટ્લી યોજાયેલા વાઇન ફેસ્ટિવલમાં શાનદાર ડ્રોન શો યોજાયો હતો જેના વિડિયોઝ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ૨૩ અને ૨૪ જૂનની સાંજે ગૅરોન નદીના કાંઠે સેંકડો ડ્રોન્સે આકાશમાં પર્ફોર્મન્સ આપ્યો હતો જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. આવા જ એક વિડિયોમાં ડ્રોન્સે રેડ વાઇનની બૉટલ અને સ્ટીમ્ડ ગ્લાસ સહિત સ્ટનિંગ આકારો રચ્યા હતા.