‘હસબન્ડ જોઈએ છે’ : યુએસની યુવતીએ જીવનસાથી શોધવા માટે આ રસ્તો અપનાવ્યો

14 September, 2023 08:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બે વર્ષ સુધી સિંગલ રહ્યા બાદ જૂની પદ્ધતિ અપનાવ્યા બાદ તેણે આ રસ્તો અપનાવ્યો છે

કૅરોલિના

દરેક એકલી વ્યક્તિને એક જીવનસાથીની જરૂર હોય છે, જેની સાથે તે પોતનાં સુખ-દુ:ખ શૅર કરી શકે. ઘણા પોતાને માટે એક ટ્રુ લવ શોધતા હોય છે. આ કોઈ સરળ ટાસ્ક નથી. લોકો અલગ-અલગ રસ્તા ટ્રાય કરે છે. ખાસ કરીને આજના ટેક્નૉલૉજીના યુગમાં સામાન્ય રીતે લોકો ડેટિંગ ઍપ અને મૅટ્રિમોનિયલ સાઇટ પર જતા હોય છે, પણ યુએસની એક યુવતીએ તેના લાઇફ પાર્ટનરની પસંદગી માટે કંઈક જુદો જ રસ્તો પસંદ કર્યો હતો. મૅનહટનની કૅરોલિના ગેટ્સ સાઇનબોર્ડ પર લખાણ દ્વારા પોતાના લાઇફ પાર્ટનરને શોધી રહી છે. બે વર્ષ સુધી સિંગલ રહ્યા બાદ જૂની પદ્ધતિ અપનાવ્યા બાદ તેણે આ રસ્તો અપનાવ્યો છે. તેણે એક બોર્ડ લીધું અને એના પર લખી દીધું, ‘લુકિંગ ફૉર અ હસબન્ડ.’ ત્યાર બાદ તે રસ્તા પર આ બોર્ડ લઈને ફરવા માંડી. આ વિડિયોમાં તે એક સ્ટાઇલિશ અવતારમાં દેખાઈ રહી છે, જેમાં સુંદર રંગબેરંગી કપડાં સાથે સનગ્લાસ પણ પહેર્યાં છે. પુરુષો તેને નિહાળી રહ્યા છે. કૅરોલિનાએ એક કૅપ્શન સાથે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું, ‘મને લાગે છે કે કોઈક મને મળી ગયું.’

કૅરોલિના ૨૯ વર્ષની ઇન્ફ્લુઅન્સર અને મૉડલ છે. તેના સોશ્યલ ​મીડિયા પર ૮ મિલ્યન વ્યુઅર્સ છે. તેણે એક ઇન્ટરવ્યુમાં લખ્યું કે ‘આ યુનિવર્સ બધું જુએ છે અને મારા માટે એ જ મોકલ્યું જે મને જોઈતું હતું. મેં આ વિડિયોમાં દેખાતા યુવક સાથે મારો નંબર પણ એક્સચેન્જ કર્યો અને અમે છેલ્લા કેટલાક દિવસોથી સાથે જ છીએ.’ કૅરોલિના માને છે કે તેની સાઇનબોર્ડવાળી તરકીબ કામ કરી ગઈ અને તે તેના કાર્યમાં સફળ રહી.  

united states of america offbeat news international news world news