ટૅરો-રીડિંગ સાચું પડ્યું, અમેરિકી મહિલા ૪ કરોડ રૂપિયા જીતી

19 April, 2024 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે લૉટરી જીત્યા પછી આ મહિલાનો પ્લાન કારલોન ક્લોઝ કરીને મિત્રો સાથે ક્રૂઝની સફરે નીકળવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

લોકો ભવિષ્યની સંભાવના વિશે જાણવા માટે જ્યોતિષ, ટૅરો-રીડર કે અંકશાસ્ત્રીઓની સલાહ લેતા હોય છે. ક્યારેક આગાહી સચોટ રીતે સાચી પણ ઠરતી હોય છે. અમેરિકામાં ૫૯ વર્ષની મહિલા હાલમાં જ પાંચ લાખ ડૉલર (આશરે ૪ કરોડ રૂપિયા) જીતી હતી. રસપ્રદ વાત એ છે કે લૉટરીની ટિકિટ ખરીદતાં પહેલાં તે એક ટૅરો-સેશનમાં સામેલ થઈ હતી, જેમાં ટૅરો કાર્ડ-રીડરે તમારા જીવનમાં ભરપૂર પૈસા આવશે એવી આગાહી કરી હતી. પોતાનું નામ જાહેર નહીં કરવા માગતી આ મહિલાએ કહ્યું હતું કે લૉટરીનાં પરિણામ બાદ ટૅરો-રીડરની આગાહી સાચી પુરવાર થઈ હતી. હવે લૉટરી જીત્યા પછી આ મહિલાનો પ્લાન કારલોન ક્લોઝ કરીને મિત્રો સાથે ક્રૂઝની સફરે નીકળવાનો છે.

offbeat news offbeat videos social media united states of america