Valenites day:માછલીને તમારા એક્સ-બૉયફ્રેન્ડનું નામ આપો અને રીંછને ખવડાવ

13 February, 2019 10:50 AM IST  | 

Valenites day:માછલીને તમારા એક્સ-બૉયફ્રેન્ડનું નામ આપો અને રીંછને ખવડાવ

માછલી પર લખો બોયફ્રેન્ડનું નામ

જેમ ‘જબ વી મેટ’ ફિલ્મમાં શાહિદ કપૂરને તેની એક્સ-ગર્લફ્રેન્ડની યાદોથી છુટકારો અપાવવા માટે કરીના કપૂર ગર્લફ્રેન્ડના ફોટાને સળગાવીને ટૉઇલેટમાં ફ્લશ કરવાનું સૂચવે છે એવું જ કંઈક અમેરિકાના એક વાઇલ્ડલાઇફ સેન્ટરવાળાઓ કરી રહ્યા છે. વૅલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે ત્યારે અમેરિકાના ઑરેગોનના વાઇલ્ડલાઇફ સેન્ટરમાં પર્યટકોને આકર્ષવાનો અનોખો તુક્કો લડાવાયો છે.જો તમે જૂના પ્રેમની યાદોને ખતમ કરી નાખવા માગતા હો અથવા તો જૂના બૉયફ્રેન્ડ કે ઈવન ગર્લફ્રેન્ડની યાદોને કારણે તમને નવા સંબંધમાં આગળ વધતાં તકલીફ પડતી હોય તો ઑરેગોનનું વાઇલ્ડલાઇફ રીહૅબિલિટેશન સેન્ટર એક અનોખી સ્કીમ લઈ આવ્યું છે.

આ પણ વાંચોઃ કૅનેડામાં યોજાય છે ઠંડીમાં વાળ થિજાવી દેવાની સ્પર્ધા

આ સ્કીમમાં તમારે સેન્ટરને માત્ર ૧૫૦૦ રૂપિયાનું ડોનેશન આપવાનું અને એના બદલામાં તમને એક સૅલ્મન ફિશ પસંદ કરવા મળશે. એ માછલીનું નામ તમે તમારા એક્સ-બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના નામ પર રાખી શકો છો. ત્યાર બાદ તમારો ગુસ્સો શમે એ માટે આ સેન્ટરમાં આવેલા કોડી અને યાકી નામના બ્રાઉન રીંછને તમારે એ માછલી ખવડાવી દેવાની.

offbeat news hatke news valentines day