સ્ટુડન્ટે પોતાની જ ટીચર પાસેથી બંદૂકની અણીએ લૂંટી લીધા ૧.૯૦ કરોડ રૂપિયા

06 May, 2026 05:16 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ભોપાલમાં સરકારી નોકરી માટે UPSCની તૈયાર કરી રહેલા એક યુવકે તેની જ ટીચરને બંધક બનાવીને તેની પાસેથી ૧.૯૦ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. પ્રિયંક શર્મા નામનો યુવક ૨૦૧૬માં IAS બનવા માટે કોચિંગ ક્લાસમાં શુભ્રા રંજન નામની ટીચર પાસે ભણી ચૂક્યો હતો.

સ્ટુડન્ટે પોતાની જ ટીચર પાસેથી બંદૂકની અણીએ લૂંટી લીધા ૧.૯૦ કરોડ રૂપિયા

ભોપાલમાં સરકારી નોકરી માટે UPSCની તૈયાર કરી રહેલા એક યુવકે તેની જ ટીચરને બંધક બનાવીને તેની પાસેથી ૧.૯૦ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. પ્રિયંક શર્મા નામનો યુવક ૨૦૧૬માં IAS બનવા માટે કોચિંગ ક્લાસમાં શુભ્રા રંજન નામની ટીચર પાસે ભણી ચૂક્યો હતો. જોકે તાજેતરમાં પ્રિયંકે શુભ્રા મૅડમને ભોપાલમાં કોચિંગ ખોલવાના નામે દિલ્હીથી બોલાવ્યા હતા. ભોપાલમાં તેમને એક ભાડાના ફ્લૅટમાં લઈ ગયો જ્યાં ઑલરેડી કેટલાક બદમાશો હતા. આ બદમાશોએ મૅડમને બંદૂકની અણીએ બંધક બનાવી લીધાં. આ ધમાલ ચાલી રહી હતી ત્યારે આગળની રૂમમાં સુંદરકાંડનો પાઠ મોટેથી ચાલુ કરાવી દીધો જેથી અંદર ચાલતી મગજમારીનો અવાજ બહાર ન જાય. એક નકલી વિડિયો બનાવીને એમાં શુભ્રા મૅડમને ગુનેગાર બનાવીને રજૂ કરવામાં આવ્યાં. આ લૂંટ ચલાવ્યા પછી પ્રિયંક પોતે હૉસ્પિટલમાં ભરતી થઈ ગયો હતો. જોકે શુભ્રા રંજન પોલીસમાં ફરિયાદ કરવા ગયાં અને નકલી વિડિયો પર ભરોસો કરવાને બદલે પોલીસે પ્રિયંકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં અને તેને હૉસ્પિટલમાંથી જ ધરપકડ કરીને લઈ ગયા. 

offbeat news bhopal madhya pradesh Crime News national news