15 June, 2022 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવદૂત જેવા દેખાતા સૂરજદાદાનો અનોખો ફોટોગ્રાફ
તાજેતરમાં સ્કૉટલૅન્ડના પોર્ટસોય શહેર નજીક દરિયાકિનારે રહેતા ૫૬ વર્ષના સ્ટુઅર્ટ મુરેએ આથમતા સૂર્યના ફોટો પોતાના સ્માર્ટફોનથી લીધા હતા. સૂર્ય સમુદ્રમાં આથમતો હતો ત્યારે એનાં કિરણો પાણી પર પ્રસરતાં હતાં અને ડાબે તેમ જ જમણે એક આકાર બનાવતાં હતાં. સૂર્ય જાણે એકબે પાંખવાળો દેવદૂત હોય એવું દૃશ્ય રચાયું હતું. સ્ટુઅર્ટે આમ તો સૂર્યાસ્તના ઘણા ફોટો લીધા હતા, પરંતુ આ એક અદ્ભુત શૉટ હતો. જ્યાં ફોટો લીધો છે એ સ્થળ તેના ઘરથી માત્ર ૧૦ મિનિટના અંતરે આવેલું છે. આ ફોટો ૧ જૂને લેવામાં આવ્યો છે. સ્ટુઅર્ટ પોતે દેવદૂતમાં માનતો નથી, પરંતુ આ ફોટો જોનાર મોટા ભાગના ધાર્મિક લોકોના મગજમાં એવો વિચાર જરૂર આવે છે.