પોતાનો પ્રત્યેક ખરતો વાળ સાચવી રાખે છે આ મહિલા, અત્યાર સુધી ૩૦,૦૦૦ વાળ ભેગા થયા છે

11 February, 2025 01:17 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

લિવના વાળ ૨૨.૫ ઇંચ કમરથી નીચે સુધી લાંબા છે. તે દરરોજ વાળ ઓળે ત્યારે હેરબ્રશમાં ભેગા થતા ખરેલા વાળના ગુચ્છામાંથી એક-એક વાળ સાચવીને ભેગા કરે છે

યુકેમાં રહેતી લિવ નામની મહિલાનો એક અજીબોગરીબ શોખ છે.

યુકેમાં રહેતી લિવ નામની મહિલાનો એક અજીબોગરીબ શોખ છે. લિવના વાળ ૨૨.૫ ઇંચ કમરથી નીચે સુધી લાંબા છે. તે દરરોજ વાળ ઓળે ત્યારે હેરબ્રશમાં ભેગા થતા ખરેલા વાળના ગુચ્છામાંથી એક-એક વાળ સાચવીને ભેગા કરે છે અને એનો ગણી-ગણીને હિસાબ નોટબુકમાં લખી રાખે છે. તે એક-એક વાળને જાળવીને સ્ટિકી-ટેપ પર ગોઠવીને લગાવે છે. અત્યાર સુધી તેણે લગભગ ૩૦,૦૦૦ જેટલા વાળ ભેગા કર્યા છે અને એક લાખ સુધી ભેગા કરવાની તેની ઇચ્છા છે. લિવ રોજ પોતાના વાળ ગણે છે જે તેણે સાચવીને દીવાલ પર લટકાવ્યા છે. નવાઈની વાત એ પણ છે કે લિવનો આ શોખ તેને માટે આવકનું સાધન બની ગયો છે. આ શોખ વિશે લિવે ટિકટૉક પર વિડિયો બનાવીને શૅર કર્યો હતો અને એને ૩.૮૨ કરોડ લાઇક્સ મળી છે અને ૪,૪૭,૦૦૦ જેટલા તેના ફૉલોઅર્સ છે. લિવ દરરોજ ભેગા કરેલા પોતાના વાળ ઓળે છે. પોતાના વાળને ભેગા કરવાનો વિચાર તેને સોશ્યલ મીડિયા પર કોઈને વાળમાંથી વિગ બનાવતા જોઈને આવ્યો હતો. પોતાના વાળ ભેગા કરી એમાંથી વિગ બનાવવા માટે તેણે વાળ ભેગા કરવાની શરૂઆત કરી હતી. લિવ પોતાના આ વાળનું કલેક્શન વેકેશન દરમ્યાન પણ પોતાની સાથે લઈ જાય છે.

united kingdom viral videos social media tiktok international news news world news offbeat news