૩૯ મિનિટમાં ૧૨ બદામ પર ૧૨ જ્યોતિર્લિંગ કંડાર્યાં

15 April, 2026 11:12 AM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

૧૨ જ્યોતિર્લિંગના રેકૉર્ડ માટે ગૌરવને દોઢ કલાકનો સમય આપવામાં આવ્યો હતો

ગૌરવ મહાવર નામના કલાકારે માઇક્રો આર્ટ પર મહારત હાંસલ કરી છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટચૂકડી બદામ પર શાની કોતરણી થઈ શકે? મહાકાલની નગરી ઉજ્જૈનમાં રહેતા એક ઑટોડ્રાઇવરના દીકરાએ અદ્ભુત કલાપ્રદર્શન કરીને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં કારનામું નોંધાવ્યું છે. સામાન્ય પરિવારના ગૌરવ મહાવર નામના કલાકારે માઇક્રો આર્ટ પર મહારત હાંસલ કરી છે. તેણે ૨.૫ સેન્ટિમીટરની ટચૂકડી ૧૨ બદામ પર દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરોની કોતરણી કરી હતી. આ માટે તેણે માત્ર ૩૯ મિનિટ જ લીધી હતી. હજી તો બારમા ધોરણમાં ભણતા ગૌરવે તેના આ ૧૨ જ્યોતિર્લિંગના વર્કને સનાતન સંહિતા નામ આપ્યું છે. ગૌરવને બાળપણથી જ માઇક્રો આર્ટમાં રસ હતો અને મોટા થયા પછી તેનો આધ્યાત્મિક ઝુકાવ વધતો ચાલ્યો. ૧૨ જ્યોતિર્લિંગના રેકૉર્ડ માટે ગૌરવને દોઢ કલાકનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે માત્ર ૩૯ મિનિટમાં જ આ કામ પાર પાડી દીધું હતું. 

ujjain limca book of records offbeat news national news news