29 April, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડિયોની તસવીર
ઊડતી રકાબી એટલે કે UFO (અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ)નું રહસ્ય હજી પણ વણઊકલ્યું છે. વૈજ્ઞાનિકો આકાશમાં ઊડતા અજાણ્યા પદાર્થો અને એલિયન વિશે રિસર્ચ કરે છે, પણ આ ‘જાદુ’ની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થતી. તાજેતરમાં એક મહિલાએ ન્યુ યૉર્ક સિટીમાં પ્લેનમાંથી લીધેલા વિડિયોમાં ઊડતી રકાબી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મિશેલ રેયસ ૨૫ માર્ચે ફ્લાઇટમાં બેઠી ત્યારે તેણે ન્યુ યૉર્ક સિટીના લાગાર્ડિયા ઍરપોર્ટ પર એક રહસ્યમય ‘ફ્લાઇંગ સિલિન્ડર’ જોયું હતું, જે UFO હોઈ શકે છે. આ મહિલાએ લીધેલા વિડિયોમાં એક પલકારામાં જ ઝડપથી કોઈ અજાણ્યો પદાર્થ પસાર થઈ જતો દેખાય છે. વિડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો એટલે અન્ય યુઝર્સ પણ ચોંકી ગયા હતા. ઓહાયોમાં મ્યુચ્યુઅલ UFO નેટવર્ક તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પદાર્થની ઊંચાઈ, આકાર અને લોકેશન જોતાં એ કોઈ ન્યુઝ હેલિકૉપ્ટર, ડ્રોન કે મિલિટરી-ઑપરેટેડ ઍરક્રાફ્ટ ન હોઈ શકે; આ સંભવિત ખતરો બની શકે છે.