22 March, 2024 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદય કોટક
ટક મહિન્દ્ર ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહે એક્સ પર એક સમાચાર મૂક્યા હતા, જેમાં ન્યુ યૉર્કના મૅનહટનમાં આવેલું ૩૧ માળનું કમર્શિયલ બિલ્ડિંગ જે ૭૭૮૦૦૦ સ્ક્વેર ફુટનો વ્યાપ ધરાવે છે એ ૧૫૦ મિલ્યન ડૉલર (૧૨૪૭ કરોડ રૂપિયા)માં વેચાયું. આ બિલ્ડિંગ ૨૦૧૪માં ૫૦૦ મિલ્યન (૪૧૫૮ કરોડ રૂપિયા)માં વેચાયું હતું. એ દર્શાવે છે કે ન્યુ યૉર્કના રિયલ એસ્ટેટમાં જબરદસ્ત કડાકો બોલ્યો છે. ૨૦૧૪ની સાપેક્ષે ૭૦ ટકાના ભાવમાં કમર્શિયલ બિલ્ડિંગ વેચાયું હતું. નીલેશ શાહે એમાં કમેન્ટ કરેલી કે ન્યુ યૉર્કનું આ કમર્શિયલ બિલ્ડિંગ ૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટના ભાવે વેચાયું.’ આ સમાચાર વાંચીને કોટક મહિન્દ્રના ચૅરપર્સન અને ફાઉન્ડર ઉદય કોટકે આશ્ચર્ય વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘વાઉ નીલેશ, આ તો મુંબઈના બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સ (BKC)ના ભાવ કરતાં અડધો ભાવ થયો!’