આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

06 October, 2022 10:21 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે.

આ સુપરયૉટ સબમરીનમાં કન્વર્ટ થઈ જાય છે

ડચ કંપની યુ-બોટ વર્ક્સના નોટિલસ જહાજે ખાસ ધ્યાન ખેંચ્યું છે જેમાં પૂલ, બાર અને સનડેક હોવા ઉપરાંત એ ૨૦૦ મીટરની ઊંડાઈ સુધી તરવા સક્ષમ છે. આ યુ-બોટ નોટિલસમાં ચાર મીટર પહોળી દસ બારીઓ છે. નાની સબમર્સિબલ્સની બજારમાં વૈશ્વિક લીડર મનાતી યુ-બોટ વર્ક્સને ખાનગી સબમર્સિબલમાં વૈભવી અને સલામતીના વાસ્તવિક સંયોજનનું એન્જિનિયરિંગ કરવામાં સફળતા મળી હતી. યુ-બોટ વર્ક્સના ચૅરમૅન અને સ્થાપક બર્ટ હાઉટમૅને કહ્યું હતું કે યૉટ ખરીદનારાઓએ હવે તેમની પસંદગીનું જહાજ પણ પાણીમાં ૨૦૦ મીટર સુધી ઊંડે જઈ શકે છે કે નહીં એ જોવું જોઈએ.

offbeat news international news