08 May, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૭ મે ૨૦૨૪નું અને ૮ ડિસેમ્બર ૨૦૧૧નું ‘મિડ-ડે’નું પાનું. કીર્તિ સુર્વે પરાડે
ICSEની ટેન્થની એક્ઝામમાં બોરીવલીની આઇડેન્ટિકલ ટ્વિન્સ જિલ અને જિયા શાહને પર્સન્ટેજ પણ આઇડેન્ટિકલ આવ્યા છે. જિલ અને જિયાએ બન્નેએ ૯૯.૪ ટકા મેળવીને જબરો યોગાનુયોગ સરજ્યો છે. ગઈ કાલના ‘મિડ-ડે’માં તમે એનો રિપોર્ટ વાંચ્યો હતો. ‘મિડ-ડે’નાં ફોટોગ્રાફર કીર્તિ સુર્વે પરાડે સોમવારે જિલ અને જિયાનો ફોટો પાડવા તેમના ઘરે ગયાં ત્યારે તેમના પેરન્ટ્સે એક સરસ યાદગીરી શૅર કરી. જિલ અને જિયા સાડાત્રણ વર્ષની હતી ત્યારે, ૨૦૧૧માં તેમનાં મમ્મી-પપ્પા નેહા અને પારસનો ઇન્ટરવ્યુ ‘મિડ-ડે’માં છપાયો હતો અને એ પાનું તેમણે હજી સાચવી રાખ્યું છે. દીકરીઓ આઇડેન્ટિકલ ટ્વિન્સ હોવાને કારણે કેવા ગોટાળા થાય છે એ વિશેની મસ્તીભરી વાતો એ ઇન્ટરવ્યુમાં કરવામાં આવી હતી. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરને નેહા અને પારસ શાહે એ પાનું દેખાડ્યું હતું.