એવું તે શું છે કે આ કસીનોને તૂટતું જોવા લોકોએ ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા?

20 February, 2021 08:19 AM IST  |  Atlantic | Gujarati Mid-day Correspondent

એવું તે શું છે કે આ કસીનોને તૂટતું જોવા લોકોએ ૪૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા?

અમેરિકાના ઍટલાન્ટિક સિટીમાં ૩૪ માળની એક ઇમારત તોડી પાડવાની કાર્યવાહી નિહાળવાની ઉત્સુકતા ઘણાના મનમાં હતી. કેટલાક લોકોએ એ મકાન તૂટતું જોવા માટે ૪૧,૦૦૦ રૂપિયા સુધીની રકમ ચૂકવી હતી. વાત એમ છે કે એ ઇમારતમાં અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની માલિકીનો કસીનો હતો. એ મકાનમાં ૭ વર્ષ પહેલાં કસીનો અને ટ્રમ્પ પ્લાઝા હોટેલ હતી. એ હોટેલ અને કસીનો ૨૦૧૪માં બંધ પડ્યાં હતાં. ત્યાર પછી એ મકાન સતત નબળું પડતું ગયું હતું.

ઍટલાન્ટિક સિટીમાં ડોનલ્ડ ટ્રમ્પની પ્રૉપર્ટી અને બિઝનેસના સામ્રાજ્યમાં એ હોટેલ મોખરે હતી. એ ઉપરાંત એ હલ્ક હૉગન, મિક જેગર અને કીથ રિચર્ડ્સ જેવા હૉલીવુડના ટોચની સેલિબ્રિટીઝનો ફેવરિટ હૉટસ્પૉટ પણ હતી. ૭૪ વર્ષ સુધી માત્ર અમેરિકામાં નહીં, સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવતા એ હોટેલ-કસીનોના મકાનને બુધવારે સવારે ૯.૦૮ વાગ્યે તોડી પાડવામાં આવ્યું હતું. એ ડિમોલિશનને ઇન્ટરનેટ અને વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ખૂબ પ્રમોટ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના જીવંત પ્રસારણની લિન્ક કેટલીક વેબસાઇટ્સ વેચતી હતી. ટ્રમ્પના અનેક વિરોધીઓએ ફ્રન્ટ રોમાં બેસીને આ ઇમારતને ધ્વસ્ત થતી જોવા માટે પૈસા ચૂકવ્યા હતા. એક દર્શકે ૫૭૫ ડૉલર (લગભગ ૪૧,૦૦૦ રૂપિયા) ચૂકવ્યા હતા.

offbeat news international news united states of america donald trump