15 June, 2024 11:40 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દુબઈમાં જંગલી પ્રાણીઓ પાળવા પર કાનૂની રીતે તો પ્રતિબંધ છે, પરંતુ કેટલાક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ઘરમાં વાઘ, દીપડા અને સિંહ જેવાં પ્રાણીઓ પાળે છે અને પાળતુ કૂતરાની જેમ ચેઇનમાં બાંધીને બધે ફેરવે પણ છે. તાજેતરમાં નાદિયા ખાર નામની મુસ્લિમ હસીના ફાટેલા બ્રૅન્ડેડ પૅન્ટમાં દુબઈના રોડ પર વાઘને ચેઇનથી બાંધીને ફરતી જોવા મળી હતી. નાદિયાએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘દુબઈ એકદમ અલગ છે. મારા પાળેલા વાઘને ફેરવવા લઈ જાઉં છું.’ જોતજોતાંમાં આ વિડિયોને ૫૭ લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા.