સનગ્લાસની જેમ પહેરી શકાય એવું ઈ-રીડર

06 July, 2023 11:34 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હાલ આ સોલ રીડરની કિંમત ૩૫૦ ડૉલર અંદાજે ૨૯,૦૦૦ રૂપિયા છે.

સનગ્લાસની જેમ પહેરી શકાય એવું ઈ-રીડર

પુસ્તક ખરીદવાને બદલે લોકો કિન્ડલ પર ઈ-બુક વાંચવાનું પસંદ કરવા લાગ્યા છે પરંતુ ઈ-બુક વાંચનારાઓ માટે સનગ્લાસની જેમ પહેરી શકાય એવું સાધન બજારમાં લૉન્ચ થયું છે. સોલ ઈ-બુક રીડર વીઆર હેડસેટ જેવું છે. આમ વાચક આરામથી પુસ્તક વાંચવાનો આનંદ માણી શકે છે. જોકે સાવ સૂતાં-સૂતાં તમે પુસ્તક વાંચવાનો વિચાર કરશો તો એ શક્ય નથી. તમારા મગજના આદેશ મુજબ પુસ્તકના પેજ તમે પલટાવી નહીં શકો. એના માટે હાથમાં રિમોટ બટન જેવું ઉપકરણ આપશે જેની મદદથી તમે પેજને પલટાવી શકો છો. સોલ રીડરમાં તમે ઇચ્છો એ મુજબ શબ્દોને નાના-મોટા કરી શકો છો. વળી એક વાર આ ગ્લાસ પહેરો એટલે બહારના કોઈ પણ અવરોધ મુજબ એનો આનંદ માણી શકો છે. સોલ રીડરમાં બિલ્ટ ઇન બૅટરી છે, જેના પર એક વાર ચાર્જ કર્યા બાદ ૩૦ કલાક સુધી વાંચન કરી શકાય છે. જોકે એની સ્ટોરેજ કૅપેસિટી માત્ર ૬૪એમબીની છે. જોકે એને વાયરલેસ દ્વારા ઍન્ડ્રૉઇડ કે આઇઓએસ સાથે કનેક્ટ કરી શકાય છે. હાલ આ સોલ રીડરની કિંમત ૩૫૦ ડૉલર અંદાજે ૨૯,૦૦૦ રૂપિયા છે.

offbeat news international news washington