07 May, 2023 08:55 AM IST | Lima | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પેરુના હુઆનકેયોમાં એક શૂ સ્ટોરમાં રિસન્ટલી ત્રણ ચોરો ત્રાટક્યા હતા. તેમણે ૨૨૦ સ્નિકર્સ ચોર્યાં હતાં, પણ એ તમામ જમણા પગનાં હતાં. આ શૂ સ્ટોર થોડા મહિના પહેલાં શરૂ થયો હતો અને એમાં બ્રૅન્ડેડ શૂઝ મળે છે. રાતે અઢીથી સાડાત્રણ વાગ્યા દરમ્યાન ત્રણ ક્રિમિનલ્સ એમાં ત્રાટક્યા હતા. સામાન્ય રીતે ફિલ્મોમાં આપણે ફની અને ડ્રામૅટિક ક્રાઇમ જોયા છે. આ કેસમાં કોઈ હિંસા નથી થઈ, પણ ચોરની ચોરી નિષ્ફળ ગઈ છે. કેમ કે તેમણે તમામ સ્નિકર્સ જમણા પગનાં ચોર્યાં હોવાથી હવે એને કેવી રીતે વેચવાં એ સવાલ તેમને મૂંઝવણ જરૂર થતી હશે.