midday

પાકિસ્તાનમાં છે બે કરોડથી વધુ ભિક્ષુકો, ૪૦૦૦થી વધુ ભિક્ષુકોને સાઉદી અરેબિયાએ પાકિસ્તાન મોકલ્યા

26 April, 2025 10:24 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનમાં ભિક્ષુકોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે એનો ખુલાસો પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે કર્યો છે
પાકિસ્તાનમાં ભિક્ષુકો

પાકિસ્તાનમાં ભિક્ષુકો

પાકિસ્તાનમાં ભિક્ષુકોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે એનો ખુલાસો પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘સાઉદી અરેબિયાએ ૪૭૦૦થી વધુ પાકિસ્તાની ભિક્ષુકોને પાછા મોકલ્યા છે. આ લોકો નકલી વીઝા લઈને હજ કે ઉમરાહ કરવાના બહાને સાઉદી અરેબિયા પહોંચ્યા હતા અને ત્યાં ગેરકાનૂની રીતે ભીખ માગતા હતા. આ ભિક્ષુકોને પકડીને પાકિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે.’

પાકિસ્તાનમાં લગભગ ૨.૨ કરોડ ભિક્ષુકો છે જે વર્ષે ૪૨ અબજ રૂપિયા કમાય છે. ખ્વાજા મોહમ્મદે કહ્યું હતું કે આ લોકો વિદેશમાં ભીખ માગીને પાકિસ્તાનની છબિ બગાડે છે. સાઉદી અરેબિયાએ ભીખ માગવા વિરુદ્ધ કડક કાનૂન બનાવ્યો છે. આ કાનૂન અંતર્ગત ભ‌િક્ષા માગનારને જેલ, દંડ કે તાત્કાલિક દેશનિકાલ ભોગવવો પડી શકે છે. મધ્ય પૂર્વીય દેશોમાંથી પાકિસ્તાનના ભિક્ષુકોને હાંકવામાં આવી રહ્યા છે અને એમાં સાઉદી અરેબિયામાંથી જ ૪૭૦૦ પાકિસ્તાનીઓને દેશનિકાલ મળ્યો છે. 

offbeat news pakistan international news saudi arabia