✕

૩,૧૫,૦૦૦ વર્ષ પહેલાં મનુષ્યજાતનો સૌપ્રથમ ચહેરો કંઈક આવો લાગતો હશે

01 October, 2026 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્ક્રાંતિની લાંબી અને હજારો વર્ષોની પ્રક્રિયા બાદ આજના મનુષ્યનું અસ્તિત્વ બન્યું છે.

આ છે એ ચહેરો

એ તો હવે જગજાહેર છે કે હોમો સેપિયન પ્રજાતિમાંથી આજની મનુષ્ય પ્રજાતિનો ઉદ્ભવ થયો છે. ઉત્ક્રાંતિની લાંબી અને હજારો વર્ષોની પ્રક્રિયા બાદ આજના મનુષ્યનું અસ્તિત્વ બન્યું છે. માણસની ઉત્ક્રાંતિ સમજવામાં ઊંડો રસ ધરાવતા પુરાતત્ત્વવિદો અને જીવશાસ્ત્રીઓએ તાજેતરમાં સૌથી પહેલો મનુષ્ય કેવો દેખાતો હશે એ શોધવાનો પ્રયાસ કર્યો છે. આ માટે નૉર્થ આફ્રિકન દેશ મોરૉક્કોના સાયન્ટિસ્ટોએ ૩,૧૫,૦૦૦ જૂની મનુષ્યની ખોપડીઓના અવશેષોનો ઉપયોગ કર્યો છે. આ ખોપડીઓનાં હાડકાં, જડબાં અને દાંતના તૂટેલા-ફૂટેલા અવશેષોના આધારે થ્રી-ડાયમેન્શનલ ખોપડીનું નિર્માણ કર્યું છે અને એ સમયની મનુષ્યની જીવનશૈલીના મળેલા પુરાવાઓના આધારે ખોપડી પર સ્નાયુઓ, ચરબીનું પ્રમાણ બનાવીને એક ચહેરો તૈયાર કર્યો છે. પહેલી વાર મોરૉક્કોના આ પુરાતત્ત્વવિદોની મહેનતથી આપણને મનુષ્યજાતનો સૌથી જૂનો ચહેરો જોવા મળ્યો છે.

offbeat news international news world news