ચન્દ્ર પરનાં શાકભાજી પૃથ્વી કરતાં વધારે હેલ્ધી

14 May, 2022 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંશોધકોએ જણાવ્યું હતું કે ચંદ્રના ખુલ્લા ભાગમાં રોપા સારી રીતે ઊગી શકતા નથી.  જોકે રોપા ઊગી શકે છે એ જ ઘણી મહત્ત્વની બાબત છે.

ચન્દ્ર પરનાં શાકભાજી પૃથ્વી કરતાં વધારે હેલ્ધી

વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્ર પર લીક (એક પ્રકારની ભાજી) અને ગાજર ઉગાડી શકાય છે. આ શાકભાજી અને ફળો ધરતી પરનાં ફળ કે શાકભાજીની તુલનાએ વધુ સ્વાસ્થ્યવર્ધક છે. 
એલિયન માટીમાં ખોરાક ઉગાડવામાં થતો તણાવ રક્ષણાત્મક સંયોજનોને વધારે છે. આ પ્રકારનાં સંયોજનો સામાન્ય રીતે બ્લુબેરી અને કાલે જેવાં સુપરફૂડમાં જોવા મળે છે. 
નિષ્ણાતોએ ચંદ્ર પરના અપોલો ૧૧, ૧૨ અને ૧૭ નંબરના લૅન્ડિંગમાંથી કોબી અને બ્રોકલી જેવા નાના ફૂલના છોડ થેલની ખેતી કરી હતી. ખાતર, પાણી અને પ્રકાશ આપીને આ તમામ બીજને અંકુરિત કરવામાં આવ્યાં હતાં. 
સંશોધકોએ જણાવ્યું હતું કે ચંદ્રના ખુલ્લા ભાગમાં રોપા સારી રીતે ઊગી શકતા નથી.  જોકે રોપા ઊગી શકે છે એ જ ઘણી મહત્ત્વની બાબત છે.

offbeat news