ટૅક ઑફ કરતાં જ તૂટ્યું વિમાનનું ટાયર, ઈટાલીના વાયરલ વીડિયોએ મચાવ્યો હાહાકાર

16 October, 2022 02:55 PM IST  |  Italy | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના ઈટાલીના ટેરેન્ટો એરપોર્ટની છે. અકસ્માત બાદ પહેલા તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રવાસ પર જવાનું કોને ન ગમે? આ માટે કેટલાક લોકો ટ્રેન, બસ અથવા પોતાની કારનો સહારો લે છે તો કેટલાક ફ્લાઈટ બુક કરે છે. પ્લેનમાં મુસાફરી જેટલી આરામદાયક હોય છે, કેટલીકવાર તે એટલી જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જે ઘણીવાર હચમચાવી દે છે, જેનો અંદાજ તાજેતરમાં વાયરલ થયેલા વીડિયો પરથી લગાવી શકાય છે, જેમાં ઈટાલીમાં ઉડાન દરમિયાન ફ્લાઈટ સાથે અકસ્માત સર્જાયો હતો.

ઈટાલીમાં એક એરક્રાફ્ટના ટેકઓફ દરમિયાન એક વિચિત્ર ઘટના ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એટલાસ એર ડ્રીમલિફ્ટર બોઈંગ 747 એરક્રાફ્ટ હવામાં ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે અચાનક મુખ્ય લેન્ડિંગ ગિયર ટાયર આગનો ગોળો બની ગયો અને પ્લેનથી અલગ થઈ જમીન પર પડ્યુ. કદાચ પ્લેનમાં બેઠેલા સ્ટાફને તરત જ તેના વિશે ખબર ન પડી, પરંતુ પછી તેમને આ વિશે કહેવામાં આવ્યું.

આ પણ વાંચોઃસલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઈટાલીના ટેરેન્ટો એરપોર્ટની છે. અકસ્માત બાદ પહેલા તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ બાદમાં સ્થિતિને જોતા વિમાનમાં લગાવેલા અન્ય વ્હીલ્સની મદદથી અમેરિકામાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્ગો પ્લેને યુએસના ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું, હાલમાં અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાંથી જે ટાયર અલગ થયું છે તેનું વજન લગભગ 100 કિલો છે. આ ટાયર એરપોર્ટ પાસેના દ્રાક્ષ વાડીમાંથી મળી આવ્યું હતું.

offbeat news world news italy