01 June, 2025 01:06 PM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
થાઇલૅન્ડનો ૩૫ વર્ષનો સુરપોન્ગ નામનો યુવક તેની જૂની ગર્લફ્રેન્ડને મનાવવાની કોશિશ કરતો
પ્રેમમાં ઝનૂન માણસને આંધળો કરી નાખે છે એ કંઈ અમથું નથી કહેવાતું. થાઇલૅન્ડનો ૩૫ વર્ષનો સુરપોન્ગ નામનો યુવક તેની જૂની ગર્લફ્રેન્ડને મનાવવાની કોશિશ કરતો હતો, પણ ગર્લફ્રેન્ડ ટસની મસ નહોતી થતી. આખરે એનાથી અકળાઈને યુવકે તેના ઘર સહિત ગર્લફ્રેન્ડને ખતમ કરવાનું નક્કી કરી લીધું. તે ગ્રેનેડ લાવ્યો અને ગર્લફ્રેન્ડના ઘર પર ફેંક્યો. જોકે ગ્રેનેડ ઘરના પિલર પર ટકરાઈને પાછો બાઉન્સ થઈને તેના હાથ પર જ આવીને ફાટતાં તેનું મૃત્યુ થયું હતું.
આ હાદસામાં મહિલાના પરિવારના ઘણા સભ્યો પણ ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાની તપાસ કરીને કહ્યું હતું કે સુરપોન્ગે એક્સ-ગર્લફ્રેન્ડના ઘર પર હુમલો કરતાં પહેલાં ડ્રગ્સ લીધું હતું એને કારણે તેની માનસિક સ્થિતિ ખરાબ હતી.