‍થાઇલૅન્ડની યુવતી ડેટ કરી રહી છે બે જોડિયા ભાઈઓને, જો પ્રેગ્નન્ટ થશે તો DNA ટેસ્ટ કરીને પિતા નક્કી થશે

24 January, 2026 03:49 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

આજકાલ ડેટિંગ અને લિવ-ઇન રિલેશનશિપના જમાનામાં થાઇલૅન્ડની ૨૪ વર્ષની ફાહ નામની યુવતી એકસાથે બે વ્યક્તિને ડેટ કરી રહી છે. નવાઈની વાત એ છે કે તે બન્ને વ્યક્તિ ટ્વિન બ્રધર્સ છે. ડેટિંગ ઍપ પરથી ત્રણેયની મુલાકાત થઈ હતી.

‍થાઇલૅન્ડની યુવતી ડેટ કરી રહી છે બે જોડિયા ભાઈઓને, જો પ્રેગ્નન્ટ થશે તો...

આજકાલ ડેટિંગ અને લિવ-ઇન રિલેશનશિપના જમાનામાં થાઇલૅન્ડની ૨૪ વર્ષની ફાહ નામની યુવતી એકસાથે બે વ્યક્તિને ડેટ કરી રહી છે. નવાઈની વાત એ છે કે તે બન્ને વ્યક્તિ ટ્વિન બ્રધર્સ છે. ડેટિંગ ઍપ પરથી ત્રણેયની મુલાકાત થઈ હતી. પહેલાં નાના ભાઈ સિંગે ફાહનો કૉન્ટૅક્ટ કર્યો હતો અને પછી મોટા ભાઈ સુઆએ પણ એ જ યુવતીનો કૉન્ટૅક્ટ કર્યો. બન્ને ભાઈઓને ખબર પડી કે તેમને બન્નેને એક જ યુવતી ગમી ગઈ છે એટલે ત્રણેએ સાથે ફરવાનું શરૂ કર્યું અને ત્રણેય વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. દોસ્તી ડેટિંગમાં તબદીલ થઈ ગઈ અને હવે ત્રણેય સાથે જ રહે છે અને એક જ બેડ શૅર કરે છે. ફાહનું કહેવું છે કે તેને એકસાથે બન્ને ભાઈઓનો પ્રેમ મળે છે એટલે બહુ સારું લાગે છે. જોકે લોકો તેને સવાલ કરે છે કે પ્રેગ્નન્ટ થયા પછી તે કોના બાળકની પિતા બની છે એનો સવાલ આવશે ત્યારે શું? તો એ માટે પણ ત્રણેય પાસે સૉલ્યુશન છે. બાળકની DNA ટેસ્ટ કરીને નક્કી થશે કે આ બાળકનો જિનેટિકલ પિતા સુઆ છે કે સિંગ? ત્રણેય પોતાના સંબંધને છુપાવતા નથી એને કારણે લોકો તેમને ટ્રોલ કરે છે. જોકે ફાહ કહે છે કે દરેકને જિંદગી પોતાની રીતે જીવવાનો હક હોવો જોઈએ.

thailand offbeat news international news world news social media