અમેરિકામાં સ્ટુડન્ટે સ્કૂલને ઑનલાઇન વેચવા મૂકી દીધી

28 May, 2023 03:23 PM IST  |  Maryland | Gujarati Mid-day Correspondent

૩૪.૭૩ લાખ રૂપિયામાં વેચવા માટે મૂકવામાં આવી હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અમેરિકાના મૅરિલૅન્ડ સ્ટેટની એક હાઈ સ્કૂલને ઑનલાઇન રિયલ એસ્ટેટ માર્કેટપ્લેસ ઝિલો પર ૪૨,૦૬૯ ડૉલર (૩૪.૭૩ લાખ રૂપિયા)માં વેચવા માટે મૂકવામાં આવી હતી. જોકે આ વિશે એન્ને અરુનડેલ કાઉન્ટી પબ્લિક સ્કૂલના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે એ વાસ્તવમાં સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવેલી મજાક હતી. આ લિસ્ટિંગ થોડા સમય માટે જ ઝિલો પર રહ્યું હતું. એના કલાકો પછી એને હટાવી દેવામાં આવ્યું હતું. ૧૨,૪૫૮ ચોરસ ફુટમાં ફેલાયેલી આ હાઈ સ્કૂલને ‘હાફ વર્કિંગ જેલ’ ગણાવવામાં આવી હતી. આ લિસ્ટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ ૧૫ બાથરૂમમાં સિવેજના ઇશ્યુઝ છે.

offbeat news international news united states of america