સેવ જેવું દેખાતું આ છે કોઈ સમુદ્રી જીવ, વીડિયો થયો છે વાઈરલ

05 September, 2019 07:31 PM IST  |  અલાસ્કા

સેવ જેવું દેખાતું આ છે કોઈ સમુદ્રી જીવ, વીડિયો થયો છે વાઈરલ

પહેલી નજરે તમને આ ફોટોમાં શું દેખાય છે. દેખાવમાં તો આ વસ્તુ જાડી સેવના ગૂંચળા જેવું લાગે. પરંતુ જરા ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે આ કોઈ વસ્તુ નથી, પરંતુ સજીવ છે. જી હાં તમે જરા ધ્યાનથી આ ફોટો જોશો તો તમને દેખાશે કે તેના પરથી પાણી ટપકી રહ્યું છે. તમને કદાચ જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો પહેલા નીચે રહેલો વીડિયો જોઈ લેજો

અલાસ્કાના સમુદ્ર વિસ્તારમાંથી એક વિચિત્ર જીવ મળી આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એંગલર સારાહ વેસેર અલ્ફોર્ડ નામની મહિલાએ ત્રણ અઠવાડિયા પહેલા પોતાની ફેસબુક વૉલ પર આ વીડિયો શૅર કર્યો હતો.

આ વીડિયો અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. કેટલાક ફેસબુક યુઝર્સ તો આ જીવને વિચિત્ર તો કેટલાક એલિયન ગણાવી ચૂક્યા છે.

એંગલરે શૅર કરેલા વીડિયોમાં દેખાતો જીવ કેસરી જેવા રંગનો છે. જેનો વચ્ચેનો ભાગ ગોળ છે, અને ચારે બાજુ પીપળાના મૂળ જેવી શિરાઓ ફેલાયેલી દેખાય છે. એંગલરે આ જીવનો વીડિયો અલાસ્કાના પ્રિન્સ ઓફ વેલ્સ ટાપુના કિનારે બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ કૂતરુ કરડ્યું, તો મ્યુનિસિપલ કમિશનર સામે કરી દીધી કોર્ટમાં ફરિયાદ ! 

એંગલરે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ વિચિત્ર જીવનું નામ બાસ્કેટ સ્ટાર છે. વીડિયો બનાવ્યા બાદ એંગલરે આ જીવને પાછો પાણીમાં મૂકી દીધો હતો. આ દરમિયાન તેણે એ પણ ધ્યાન રાખ્યું કે તેને કોઈ ઈજા ન થાય. આ વીડિયો અત્યાર સુધીમા 20 હજારથી વધુ વખત શૅર થઈ ચૂક્યો છે.

offbeat news hatke news