20 December, 2022 12:33 PM IST | Madrid | Gujarati Mid-day Correspondent
સ્પેનના મૅડ્રિડમાં નાનપણથી બાળકોમાં આવો ભેદભાવ ન પડે એ માટે દીકરીઓને એક ઍક્શન ફિગર અને દીકરાના હાથમાં બાર્બી ડૉલ સાથે રમવાનું કહેવામાં આવ્યું હતું.
રમકડાં ખરીદતી વખતે આપણે સામાન્ય રીતે દીકરી માટે ઢીંગલી અને દીકરા માટે કાર ખરીદીએ છીએ. આવો ભેદ શા માટે? જોકે સ્પેનના મૅડ્રિડમાં નાનપણથી બાળકોમાં આવો ભેદભાવ ન પડે એ માટે દીકરીઓને એક ઍક્શન ફિગર અને દીકરાના હાથમાં બાર્બી ડૉલ સાથે રમવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાંની સરકાર તેમ જ ટૉય ઇન્ડસ્ટ્રી દ્વારા આવી વર્ષોજૂની રૂઢિને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.