એક જ કાગળને કાપ્યા વિના માત્ર ફોલ્ડ કરીને બનાવ્યાં છે આ પ્રાણીઓ

17 May, 2026 11:47 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

જિયોન્ગે તાજેતરમાં અતરંગી પ્રાણીઓનાં શિલ્પો તૈયાર કર્યાં છે જે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાઇરલ છે.

પ્રાણીઓનાં શિલ્પો


સાઉથ કોરિયાના જિયોન્ગ ઇલ નામના ભાઈ ઑરિગામી આર્ટમાં માસ્ટર છે. કોરિયામાં પણ ઑરિગામી જેવી જ આર્ટ પ્રચલિત છે જેમાં કાગળને માત્ર ફોલ્ડ કરીને શેપ આપીને એમાંથી ચોક્કસ આકાર આપવામાં આવે છે. આ કળામાં કાગળને ચિપકાવવા માટે ગુંદર કે કાપવા માટે કાતરનો ઉપયોગ નથી થતો. કાગળને ચપટો કરીને કે પછી એના પર ડિઝાઇન કરીને એમાંથી પરંપરાગત, મૉડર્ન શિલ્પો તૈયાર કરવામાં આવે છે જે હવે હાઈ લેવલ શિલ્પો ગણાય છે. જિયોન્ગ છેલ્લાં પંદર વર્ષથી આ કામ કરે છે અને તેને ઇન્ટરનૅશનલ સ્તરે ઇનામો પણ મળ્યાં છે. જિયોન્ગે તાજેતરમાં અતરંગી પ્રાણીઓનાં શિલ્પો તૈયાર કર્યાં છે જે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાઇરલ છે.

offbeat news south korea international news world news