હીરાની જેમ ચળકતો ગ્રહ બુધ

14 September, 2023 08:30 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બુધનો ફોટો જોતાં એના પર પીળાશ પડતા રાતા અને વાદળી રંગના અનેક શેડ્સ દેખાય છે

ગ્રહ બુધ

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સૌરમંડળના સૌથી નાના ગ્રહ બુધના ફોટો શૅર કર્યા છે, જે આ ગ્રહ માટે મોકલવામાં આવેલા અવકાશયાન મેસેન્જર દ્વારા લેવામાં આવ્યા છે. બુધની ફરતે ચક્કર લગાવતા ગ્રહના ફોટો શૅર કરતાં નાસાએ કૅપ્શન આપી હતી, ‘ધરતીના ચંદ્ર કરતાં સહેજ મોટો બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. વળી એ સૂર્યની સૌથી નજીક એટલે કે ૫.૮ કરોડ કિલોમીટર દૂર છે. વળી એ સૂર્યની પ્રદ​ક્ષિણા પણ સૌથી વધુ ઝડપે (એટલે કે પ્રતિ સેકન્ડ ૪૭ કિલોમીટરની ઝડપે) કરે છે. એને સૂર્યની ફરતે એક ચક્કર લગાવતાં ૮૮ દિવસ લાગે છે. બુધનો ફોટો જોતાં એના પર પીળાશ પડતા રાતા અને વાદળી રંગના અનેક શેડ્સ દેખાય છે. આ ફોટો શૅર થયા પછી યુઝરે અનેક કમેન્ટ આપી છે. એક યુઝરે એને હીરા સાથે સરખાવ્યો છે.

nasa united states of america offbeat news international news world news