12 March, 2025 06:57 AM IST | Solapur | Gujarati Mid-day Correspondent
બળદનું નામ સોન્યા છે અને છેલ્લાં ૧૨ વર્ષથી ઇન્દ્રસેનના ખેતરમાં જબરદસ્ત મહેનત કરી રહ્યો છે.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં વાળૂજ ગામના ખેડૂત ઇન્દ્રસેન મોટે પાસે એક બળદ છે જે બન્ને આંખોથી જોઈ શકતો નથી. આ બળદનું નામ સોન્યા છે અને છેલ્લાં ૧૨ વર્ષથી ઇન્દ્રસેનના ખેતરમાં જબરદસ્ત મહેનત કરી રહ્યો છે.
સોન્યાની આંખોમાં માંસ વધી જવાથી એની આંખોમાં સર્જરી કરીને બન્ને આંખો કાઢી નાખવી પડી હતી. જોકે આમ છતાં તેણે કદી ઇન્દ્રસેનનો સાથ છોડ્યો નથી. ઇન્દ્રસેને પણ સોન્યાની જોરદાર દેખભાળ કરી છે અને એને ખેતરના કામમાં વ્યસ્ત રાખ્યો છે. સોન્યા બળદગાડી પણ ચલાવે છે અને ખેતરનાં બીજા તમામ કામ કરે છે.
સોન્યા વિશે વાત કરતાં ઇન્દ્રસેન કહે છે, ‘મારી બે આંખોમાંથી એક મારા માટે છે અને બીજી સોન્યા માટે છે. સોન્યાની મહેનતથી અમારો પરિવાર ચાલે છે અને મારાં બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે છે.’
ઇન્દ્રસેન અને સોન્યાની આ કહાની પશુપ્રેમ અને મહેનતની એક મિસાલ છે. ઇન્દ્રસેને સાબિત કરી દીધું છે કે પ્રેમ અને દેખભાળથી કોઈ પણ મુશ્કેલી આસાન થઈ શકે છે.