ટ્રેનોમાં બાળકો માટે પ્લે એરિયા

30 September, 2023 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરોપના દેશોમાં રેલવેલાઇનમાં સ્લાઇડ્સ, ક્લાઇમ્બિંગ ટુલ્સ, ગેમ્સ અને ટીવીસ્ક્રીન સાથે બાળકો માટે રચાયેલા પ્લે એરિયાવાળી વિશેષ ટ્રેન ઉપલબ્ધ છે. 

ટ્રેનોમાં બાળકો માટે પ્લે એરિયા

યુરોપના દેશોમાં રેલવેલાઇનમાં સ્લાઇડ્સ, ક્લાઇમ્બિંગ ટુલ્સ, ગેમ્સ અને ટીવીસ્ક્રીન સાથે બાળકો માટે રચાયેલા પ્લે એરિયાવાળી વિશેષ ટ્રેન ઉપલબ્ધ છે. 
ફિનલૅન્ડ
સમગ્ર ફિનલૅન્ડમાં ઇન્ટરસિટી ટ્રેનોમાં માતા-પિતા અને વાલીઓ બાળકો માટેનો પ્લે એરિયા માણી શકે છે.  આ જગ્યા સામાન્ય રીતે સર્વિસ કોચ પર હોય છે અને એમાં લાઇબ્રેરી, સ્લાઇડ અને લાકડાના રમકડાની ટ્રેન જેવી સુવિધા સામેલ હશે. નાના મુસાફરોને સુરક્ષિત રાખવા માટે લાકડાના મણકાની મેઝ, ફન્કી મિરર્સ અને સેફ્ટી ગેટ સહિત અન્ય સુવિધાઓ પણ છે. એક્સ પરની પોસ્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે બ્રિટિશ ટ્રેનો મને ગમે છે, પણ ફિનલૅન્ડની ટ્રેનો તો જુઓ. થ્રેડ પર એક યુઝરે ટિપ્પણી કરી કે મને ફિનલૅન્ડની ટ્રેનો ગમે છે. આકર્ષક પ્લે એરિયા ઉપરાંત ફિનિશ ટ્રેનોમાં અન્ય સુવિધાઓ પણ છે, જેમાં સંપૂર્ણ સુવિધાયુક્ત રેસ્ટોરાં કોચનો સમાવેશ થાય છે. જ્યાં મુસાફરો ટેબલ પર જ તેમનું ભોજન માણી શકે છે. સેલ્મન સૂપ જેવી સ્વાદિષ્ટ ફિનિશ વાનગીઓની સાથોસાથ, પિન્ટ બિયર જેવાં આલ્કોહૉલિક પીણાં પણ પીરસવામાં આવે છે. મુસાફરો તેમનાં પાળેલાં પ્રાણીઓને લાવી શકે છે.
સ્વિટ્ઝરલૅન્ડ
સ્વિટ્ઝરલૅન્ડમાં તમામ ઇન્ટરસિટી લાંબા અંતરની ડબલ ડેકર ટ્રેનમાં ફૅમિલી કોચ હોય છે, જે એના પ્લે એરિયા હાઉસ માટે ફેમસ છે. પ્લે એરિયામાં સ્લાઇડ અને ક્લાઇમ્બિંગ ટુલ્સ જેવી સુવિધાનો સમાવેશ છે. ટ્રેન કંપનીની વેબસાઇટ અનુસાર કોચને મનોરંજક ઉદ્દેશોથી શણગારવામાં પણ આવે છે, જેથી બાળકો તેમની ગમતી સામગ્રી માણી શકે. સિંગલ ડેકર ઇન્ટરસિટી ટ્રેન સર્વિસ પર પણ એક ફૅમિલી ઝોન છે. કોચની અંદર, મુસાફરોને બોર્ડ ગેમ્સ સાથે ફોલ્ડિંગ ટેબલ મળશે. મુસાફરોને બોર્ડ ગેમ પર પીસ તરીકે પોતાના સિક્કાનો ઉપયોગ કરવા અને તેમના સ્માર્ટફોન પર ડાઇસ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 

offbeat news finland gujarati mid-day world news