17 December, 2023 12:30 PM IST | London | Gujarati Mid-day Correspondent
સદ્દામ હુસેનની ગોલ્ડન એકે-47
ઇરાક પર વર્ષો સુધી રાજ કરનાર સદ્દામ હુસેન તેની મોંઘી લાઇફસ્ટાઇલને કારણે પણ જાણીતો હતો. તેને મોંઘી ગાડીઓ, ઍરક્રાફ્ટ, ગન અને જ્વેલરીનો શોખ હતો. હવે સદ્દામ હુસેનની ગોલ્ડન ગનની ચર્ચા થઈ રહી છે, જે પહેલી વખત દુનિયાની સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ગોલ્ડન ગન સદ્દામે કોઈને ગિફ્ટ આપી હતી. સદ્દામ હુસેનના મોત બાદ તેના મહેલમાંથી સોનાની ઘણી બંદૂક જપ્ત કરવામાં આવી હતી. ત્યારે હવે સદ્દામની ગોલ્ડન એકે-47 રાઇફલને નૉર્થ ઇંગ્લૅન્ડના લીડ્સના રૉયલ આર્મરીઝ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. માહિતી મળ્યા મુજબ બ્રિટિશ કસ્ટમ વિભાગને ૨૦૦૩માં હીથ્રો ઍરપોર્ટ પરથી આ ગોલ્ડન રાઇફલ મળી હતી, જે કદાચ તેના મહેલમાંથી જપ્ત કરવામાં આવી હતી.