ત્રણ વર્ષથી બૅન્ગલોરના રામ મંદિરમાં સફાઈકામ કરે છે સદ્દામ હુસેન

12 April, 2019 09:05 AM IST  |  બેંગ્લોર

ત્રણ વર્ષથી બૅન્ગલોરના રામ મંદિરમાં સફાઈકામ કરે છે સદ્દામ હુસેન

કર્ણાટકના બૅન્ગલોરના રાજાજીનગર વિસ્તારમાં એક રામમંદિર આવેલું છે. આ મંદિર આજકાલ એક મુસ્લિમ યુવકને કારણે ચર્ચામાં છે. વાત એમ છે કે સદ્દામ હુસેન નામનો આ યુવક રોજ મંદિરનું સફાઈકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ કામ કરે છે અને આ વર્ષે રામનવમી માટે મંદિરની સફાઈ અને સજાવટના કામમાં પણ તે મોખરે છે. ભાઈનું કહેવું છે કે મને મંદિરની સફાઈ કરવાનું ગમે છે એટલે હું કરું છું. સોશ્યલ મીડિયા પર જ્યારે આ વાત ફેલાઈ ત્યારે લોકોએ સર્વધર્મસમભાવનો પરચો આપતી આ ઘટનાના બેમોઢે વખાણ કયાર઼્ છે.

આ પણ વાંચોઃ આખું વર્ષ ચાલે એટલાં શાકભાજી કાપીને ફ્રીઝરમાં ભરી દીધાં

national news hatke news offbeat news