01 May, 2025 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`સડક સે ઉઠાકર હીરો બના દૂંગા, કલ સુબહ ૧૦ બજે આના`
લોકો માર્કેટિંગ કરવા માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચે છે, પણ એક દુકાનદારે પોતાની દુકાન બંધ થાય એ પછી પણ પોતાનું માર્કેટિંગ થતું રહે એવી એક ચોટડૂક લાઇન શટર પર લખાવી હતી. સોશ્યલ મીડિયા પર એ બંધ શટરની તસવીરો જબરી વાઇરલ થઈ છે. લોકો આજકાલ ડિજિટલ માર્કેટિંગ પર વધુ ફોકસ કરે છે, પણ આ બ્રૅન્ડ-મૅનેજમેન્ટ અને માર્કેટિંગ કંપનીએ પોતાની ક્રીએટિવિટીથી એવું કામ કર્યું જેમાં તેની ઑફિસનું શટર બંધ થયા પછી પણ પોતાના કામનું માર્કેટિંગ થતું રહે. શટર પર સાદી ભાષામાં લખ્યું છે, ‘સડક સે ઉઠાકર હીરો બના દૂંગા, કલ સુબહ ૧૦ બજે આના.’