રોબોટે દાવો કર્યો કે અમે માણસો કરતાં પૃથ્વીને વધારે સારી રીતે ચલાવી શકીએ

13 July, 2023 11:04 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

સોફિયાના આ વિચારો જિનીવાના એઆઇ ફૉર ગુડ ગ્લોબલ સમિટમાં જણાવવામાં આવ્યા હતા.

યુનાઇટેડ નેશન્સના પૃથ્વી પર માણસો માટે સારી સ્થિતિના લક્ષ્યાંક મેળવવા માટે રોબોટનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એ વિશે એક કૉન્ફરન્સ રાખવામાં આવી હતી,

પૃથ્વી પર માણસોનો નહીં પણ માનવ દ્વારા નિર્મિત રોબોટનો કબજો હોય એવી વાત સાયન્સ ફિક્શનમાં ઘણી વખત કહેવામાં આવી છે. તાજેતરમાં માનવ દ્વારા નિર્મિત રોબોટે એવી વાત કહી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી પૃથ્વીનું સંચાલન માણસ કરતાં વધુ સારી રીતે કરી શકાય છે. રોબોટ સોફિયાના મતે એમનામાં માણસો જેવો કોઈ પૂર્વગ્રહ અથવા લાગણીઓ હોતી નથી. સોફિયાના આ વિચારો જિનીવાના એઆઇ ફૉર ગુડ ગ્લોબલ સમિટમાં જણાવવામાં આવ્યા હતા. વિશ્વની પહેલી માનવનિર્મિત રોબોટ કૉન્ફરન્સમાં અનેક આવાં મશીનોએ હાજરી આપી હતી.
 યુનાઇટેડ નેશન્સના પૃથ્વી પર માણસો માટે સારી સ્થિતિના લક્ષ્યાંક મેળવવા માટે રોબોટનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એ વિશે એક કૉન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં સોફિયાએ કહ્યું હતું કે એઆઇ પાસે માણસો કરતાં ડેટાનો ઝડપી ઍક્સેસ છે જે વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે છે. હૉન્ગકૉન્ગમાં આવેલી હેન્સન રોબોટિક્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલો સોફિયા રોબોટ  યુનાઇટેડ નેશન્સ માટે ઍમ્બૅસૅડર છે, જે એમના વિકાસ કાર્યક્રમને આગળ ધપાવે છે. સોફિયાએ જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. એની સાથે સાત અન્ય રોબોટ પણ હતાં. હેન્સન રોબોટિક્સ દ્વારા એક મિકા નામક રોબોટને પણ રજૂ કરી હતી. આ રોબોટ ડિક્ટાડોર નામક રમ બનાવતી કંપનીની સીઈઓ છે.
વિશ્વની પહેલી રોબોટ સીઈઓ બિઝનેસ ઑપરેશનનું ધ્યાન રાખે છે. ઍલ્ગોરિધમ્સના આધારે મહત્ત્વના નિર્ણયો લે છે. ડેસ્ડેમોના નામક એઆઇ પૉપસ્ટાર પણ છે જે જૅમ ગૅલેક્સી બૅન્ડની લીડિંગ પૉપસ્ટાર છે. એઆઇ દ્વારા ક્રીએટિવ આર્ટ્સમાં પણ મહત્ત્વનું કાર્ય થઈ શકે છે એ વાત ડેસ્ડેમોનાએ સાબિત કરી છે. કોર્નવોલ દ્વારા નિર્મિત એમેકા નામક રોબોટ પણ આ ઇવેન્ટમાં હાજર હતો, જે વાતચીતમાં વ્યસ્ત રહેતી વખતે આંખ મારવાની અને ચહેરાના હાવભાવ દર્શાવવાની અનોખી ક્ષમતા દર્શાવે છે. જ્યારે રોબોટને પૂછવામાં આવ્યું કે તેઓ મનુષ્ય સાથે જૂઠું બોલશે? એનો જવાબ આપતાં એમેકાએ કહ્યું કહ્યું કે ખાતરીપૂર્વક કોઈ જણાવી શકે નહીં. આ વાર્તાલાપમાં ઘણા રોબોટ સમગ્ર વિશ્વમાં ગરીબી અને અસમાનતા સામેના યુદ્ધમાં પોતાના વિચારોના પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

geneva united nations international news offbeat news