ઍક્ટ્રેસે પહેરેલો બાથરોબ ૯૩.૩૮ લાખ રૂપિયામાં વેચાયો

20 November, 2023 09:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બાથરોબ  ઉર્સુલા ઍડ્રેસનો પોતાનો નહોતો, એ ડ્રેસ ‘રૅન્ક’ ફિલ્મની વૉર્ડરોબ અસિસ્ટન્ટ મૅગી લેલિનનો હતો અને આ ફિલ્મના દૃશ્ય માટે પહેરવા તેની પાસેથી માગવામાં આવ્યો હતો

અભિનેત્રી ઉર્સુલા ઍડ્રેસે જે બાથરોબ પહેર્યો હતો તે

૧૯૬૨માં રિલીઝ થયેલી જેમ્સ બૉન્ડની ફિલ્મ ‘ડૉક્ટર નો’માં વિખ્યાત અભિનેત્રી ઉર્સુલા ઍડ્રેસે જે બાથરોબ (સ્નાન કે સ્વિમિંગ કર્યા બાદ પહેરવામાં આવતો ડ્રેસ) પહેર્યો હતો એ એક વિક્રમસર્જક કિંમતમાં એટલે કે ૯૦ હજાર પાઉન્ડ (૯૩.૩૮ લાખ રૂપિયા)માં વેચાયો છે. મજાની વાત એ છે કે ‘ડૉક્ટર નો’માં ઉર્સુલાએ જે સફેદ બિકિની પહેરી હતી એ ખૂબ વિખ્યાત બની હતી અને એની વધારે ચર્ચા થઈ હતી, પરંતુ એ બિકિની જેટલામાં વેચાઈ એના કરતાં વધુ કિંમતમાં આ બાથરોબ વેચાયો છે. જોકે આ આખી ઘટનાની વધુ રસપ્રદ વાત એ છે કે એ બાથરોબ  ઉર્સુલા ઍડ્રેસનો પોતાનો નહોતો. એ ડ્રેસ ‘રૅન્ક’ ફિલ્મની વૉર્ડરોબ અસિસ્ટન્ટ મૅગી લેલિનનો હતો અને આ ફિલ્મના દૃશ્ય માટે પહેરવા તેની પાસેથી માગવામાં આવ્યો હતો. ફિલ્મમાં સફળ થયા પછી અને વધુ વિખ્યાત બની ગયા પછી મૅગીને સમજાયું કે આ મારા બાથરોબની કિંમત તો ઘણી વધુ થઈ જશે એટલે તેણે પોતાની પાસે એને સાચવી રાખ્યો હતો અને સમય આવ્યે એને મોંઘી કિંમતે વેચ્યો. 007 ‘ડૉક્ટર નો’ ફિલ્મની ઉર્સુલાની ભૂમિકા વિશ્વવિખ્યાત બની ગઈ હતી અને એને કારણે ઉર્સુલા ઍડ્રેસની કરીઅરમાં એક મોટો ટર્ન આવ્યો હતો. જોકે ફિલ્મમાં ઉર્સુલાએ જે વાઇટ બિકિ ની પહેરી હતી એ દૃશ્ય ફિલ્મના ઇતિહાસમાં સૌથી વિખ્યાત ગણાય છે.

james bond offbeat news international news world news