06 November, 2022 08:53 AM IST | Panaji | Gujarati Mid-day Correspondent
વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે
તમે મસાલા ચા પીધી હશે અને આઇસ ટીની પણ મજા માણી હશે, પણ તમે ક્યારેય દારૂવાળી ચા ટ્રાય કરી છે? વેલ, આ ચાને ‘ઓલ્ડ મૉન્ક ટી’ નામ આપવામાં આવ્યું છે. જોકે આ ચાનો સ્વાદ માણવા ગોવા જવું પડે. ગોવાના કૅન્ડોલિમમાં સિન્ક્વેરિમય બીચ પર ચા અને ઓલ્ડ મૉન્ક રમનું ગજબનું મિક્સચર વેચવામાં આવી રહ્યું છે, જેને બનાવતી વખતનો એક વિડિયો અત્યારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે રસ્તાના કિનારે એક દુકાનદાર સૌપ્રથમ એક નાના વાસણને ગરમ કરીને ચીપિયાથી બહાર કાઢે છે, એ પછી બૉટલમાંથી થોડો ઓલ્ડ મૉન્ક રમ એમાં રેડે છે. ત્યાર બાદ એમાં ચા રેડે છે. એક વખત એ તૈયાર થઈ જાય એટલે તે એને કુલ્હડમાં ભરીને ગ્રાહકને આપે છે.