છોકરીએ સ્પોર્ટ્‌સ-બાઇકને બનાવી દીધી માલ વહન કરી શકાય એવી ઓપન ટ્રૉલી

14 May, 2026 01:06 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

આ યુવતી પાસે યામાહા R15 બાઇક છે, જે સામાન્ય રીતે બાઇક સાથે રોડ પર સ્પીડમાં સ્ટાઇલ મારતા બાઇકરો જોવા મળતા હોય છે

રાજસ્થાની કન્યાએ બાઇકને ટ્રૉલી-ટેમ્પોમાં કન્વર્ટ કરી દીધી છે

સામાન્ય રીતે સ્પોર્ટ્‌સ-બાઇક ચલાવવાનો ક્રેઝ છોકરાઓમાં હોય છે. બાઇક સાથે મૉડિફિકેશન કરીને કંઈક અતરંગી બનાવવાની કળા પણ છોકરાઓમાં જ વધુ જોવા મળે છે. જોકે રાજસ્થાનની એક યુવતીએ સ્પોર્ટ્‌સ-બાઇકની પાછળ ટ્રૉલી લગાવી દઈને મિની ઓપન ટેમ્પો બનાવી દીધો છે. આ યુવતી પાસે યામાહા R15 બાઇક છે, જે સામાન્ય રીતે બાઇક સાથે રોડ પર સ્પીડમાં સ્ટાઇલ મારતા બાઇકરો જોવા મળતા હોય છે. એની કિંમત પણ લગભગ બે લાખ રૂપિયાની છે. જોકે એક રાજસ્થાની કન્યાએ બાઇકને ટ્રૉલી-ટેમ્પોમાં કન્વર્ટ કરી દીધી છે. નવાઈની વાત એ છે કે આ જુગાડનું કામ તેણે ખુદ કર્યું છે અને હવે તે આ ટ્રૉલીનો પોતાના બિઝનેસના કામ અર્થે માલસામાનની હેરફેર કરવા માટે કરે છે.

rajasthan viral videos offbeat news national news news