રઘુરામ રાજને બિહારને આફ્રિકા અને કેરલાને વિકસિત દેશ સાથે કેમ સરખાવ્યાં?

16 April, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજને દેશમાં પોષણયુક્ત આહાર વિશે બોલતાં કહ્યું હતું કે પોષણયુક્ત ભોજનના મુદ્દે બિહારના લોકોની સ્થિતિ આફ્રિકન દેશો જેવી છે

રઘુરામ રાજન

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં બિહારની તુલના આફ્રિકાના દેશો સાથે તથા કેરલાની સરખામણી અમેરિકા, બ્રિટન જેવા વિકસિત દેશો સાથે કરી હતી. રાજને દેશમાં પોષણયુક્ત આહાર વિશે બોલતાં કહ્યું હતું કે પોષણયુક્ત ભોજનના મુદ્દે બિહારના લોકોની સ્થિતિ આફ્રિકન દેશો જેવી છે, જ્યારે કેરલાના લોકોની સ્થિતિ વિકસિત દેશો જેવી છે.

offbeat videos offbeat news raghuram rajan