જોઈએ છે પ્રોફેશનલ બેઅર હગર્સ

19 March, 2023 09:47 AM IST  |  New Mexico | Gujarati Mid-day Correspondent

ફેસબુક પરની આ પોસ્ટમાં ઉત્તરીય ન્યુ મેક્સિકોમાં સંશોધન પ્રોજેક્ટના ભાગરૂપે રીંછના બચ્ચા રાખતા અધિકારીઓના ફોટો બીડવામાં આવ્યા છે

જોઈએ છે પ્રોફેશનલ બેઅર હગર્સ

ન્યુ મેક્સિકો ડિપાર્ટમેન્ટ ઑફ ગેમ ઍન્ડ ફિશ પ્રોફેશનલ બેઅર હગર્સની સેવા મેળવવા માગે છે અને એ માટે અરજી કરવાની સમયમર્યાદા જાહેર કરતી ફેસબુકની પોસ્ટમાં વિભાગે લખ્યું હતું કે ‘ઉમેદવારમાં કઠિન પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા હોવી જોઈએ અને રીંછની ગુફામાં જવાની હિંમત હોવી જોઈએ. સૌથી મહત્ત્વનું એ કે આ પ્રક્રિયા દરમ્યાન તમારી સુરક્ષા માટે તમને તમારા સહકાર્યકરો પર વિશ્વાસ હોવો જોઈએ.’

ફેસબુક પરની આ પોસ્ટમાં ઉત્તરીય ન્યુ મેક્સિકોમાં સંશોધન પ્રોજેક્ટના ભાગરૂપે રીંછના બચ્ચા રાખતા અધિકારીઓના ફોટો બીડવામાં આવ્યા છે અને રીંછની ગુફામાં જવા કે તેમને ખવડાવવા સામે ચેતવણી આપવામાં આવી છે. આવું કરતાં પહેલાં અધિકારીઓ સાથે વાત કરવા જણાવાયું છે. કન્ઝર્વેશન ઑફિસરની ટ્રેઇનિંગ માટેની ઑનલાઇન અરજી ૩૦ માર્ચ સુધી સ્વીકારવામાં આવશે. 

offbeat news