04 February, 2026 02:56 PM IST | Uganda | Gujarati Mid-day Correspondent
યુગાન્ડાની દાદી
ભારત અને ભારતીયો માટે ક્રિકેટ એ રમત નહીં, ધર્મ છે. બાળકોથી લઈને વૃદ્ધોમાં ક્રિકેટનો ક્રેઝ જેટલો ભારતમાં જોવા મળે છે એટલો વિશ્વમાં બીજે ક્યાંય નથી. જોકે યુગાન્ડામાં ક્રિકેટનું ચલણ હવે ખૂબ વધી રહ્યું છે. ત્યાંના યુવાનો તો આ રમતમાં કાઠું કાઢી જ રહ્યા છે, પણ યુગાન્ડાની દાદીઓ માટે ક્રિકેટ એ ફિટનેસ-ટ્રેન્ડ બની ગયો છે. ઈસ્ટ યુગાન્ડાના જિન્જા જિલ્લામાં વૃદ્ધ મહિલાઓમાં ફિઝિકલી ઍક્ટિવ રહેવા અને સોશ્યલી કનેક્ટેડ રહેવા માટે ક્રિકેટ રમવાનું ચલણ ખૂબ વધ્યું છે. અહીં મહિલાઓ, ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ મસ્ત બૅટ અને બૉલ લઈને ક્રિકેટની રમત એન્જૉય કરે છે. આ રમત રમતી મહિલાઓને ‘ક્રિકેટદાદી’ તરીકે ઓળખવામાં આવે છે.