૭૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડશે આ ફ્લાઇંગ કાર

22 March, 2023 10:39 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

આ ઍરક્રાફ્ટ ૬ મીટર લંબાઈ ધરાવે છે, જેમાં એક પાઇલટ અને ત્રણ મુસાફરોને લઈ જઈ શકાય છે

ડિઝાઇનરે ૪X૪ના જેટ ફ્લાઇંગ વેહિકલની કલ્પના

ઇટલીના એક ડિઝાઇનરે ૪X૪ના જેટ ફ્લાઇંગ વેહિકલની કલ્પના કરી છે. પિયરપાઓલો લાઝારિનીએ ડિઝાઇન સ્ટુડિયોમાં ઍરકાર બનાવી છે. રોલ્સ રૉયસના જેટ એન્જિનથી સંચાલિત આ ઍરકાર એક નાના પોડ જેવો દેખાવ ધરાવે છે, જે એને આકાશમાં ઊડવા માટે સક્ષમ બનાવે છે. પ્રવાસીઓ રોડ-ટ્રાફિકને ટાળી શકે છે. આ ઍરક્રાફ્ટ ૬ મીટર લંબાઈ ધરાવે છે, જેમાં એક પાઇલટ અને ત્રણ મુસાફરોને લઈ જઈ શકાય છે. કાર્બન ફાઇબરની બૉડી હોવાને કારણે એ અલ્ટ્રાલાઇટ છે. એના જેટ એન્જિનને મુસાફરો કયા રસ્તે જવા માગે છે એના આધારે જુદી-જુદી દિશામાં ફેરવી શકાય છે. જેટ ફ્યુઅલથી ચાલતી આ કારથી ૩૨૦૦ કિલોમીટરની સફર અંદાજે ૭૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરી શકાય છે. હાલમાં તો આ ઍરકાર એક કન્સેપ્ટ છે. ૨૦૨૪થી એ લૉન્ચ કરવાની યોજના છે.

offbeat news international news automobiles italy