ઇલૉન મસ્કની કંપનીના રોબોમાં હશે મહિલાનાં તમામ લક્ષણો

23 May, 2023 02:19 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મસ્કે પોતે આ ચાર રોબો ડિઝાઇન કર્યા છે

ઇલૉન મસ્ક ફીમેલ રોબોને કિસ કરતા નજરે પડે છે.

અબજોપતિ અને ટેસ્લા કંપનીના માલિક ઇલૉન મસ્ક પોતાના અજબગજબ ટ‍્‍વિટર, અમુક મુદ્દા પર પોતાના બેબાક વિચારો અને નવાં-નવાં સાહસોને કારણે હંમેશાં ચર્ચામાં હોય છે. તાજેતરમાં એક ફીમેલ રોબોને કિસ કરતા હોય એવા ફોટો વાઇરલ થયા છે, જેને જોઈને લોકો અવાક્ થઈ ગયા છે. ઇલૉન મસ્ક ચાર અલગ-અલગ ફીમેલ રોબોને કિસ કરતા નજરે પડે છે. મસ્કે પોતે આ ચાર રોબો ડિઝાઇન કર્યા છે, જેઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મુજબ કામ કરે છે અને મહિલામાં હોય એવા તમામ ગુણ ધરાવે છે. આવું મિશ્રણ અન્ય કોઈ પણ જગ્યાએ જોવા ન મળે. આમ આ રોબો સામાન્ય વ્યક્તિ જેવા પણ નથી, કારણ કે એમાં સામાન્ય વ્યક્તિમાં હોય એના કરતાં અનેક ગુણો છે. આ રોબો સોલર એનર્જીથી ચાલતા હોવાથી એને કોઈ ચાર્જિંગની જરૂર નથી, સેન્સરને કારણે એ ઘણી વખત આનંદમાં અથવા તો ઉદાસ પણ હશે, તે જ્યારે ઉદાસ હશે ત્યારની લાગણી પણ વ્યક્ત કરશે. આગામી દિવસોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જ મહત્ત્વનું હશે. એનાં કેટલાંક ભયસ્થાન પણ છે. આ તમામ વાત ટેસ્લા કંપનીએ પોતાના પહેલા ઑપ્ટિમસ નામના રોબોને રિલીઝ કરતી વખતે જણાવી છે. તમામ ફોટો એઆઇ જનરેટેડ હતા છતાં લોકોએ જાતજાતની પ્રતિક્રિયા આપી હતી. કેટલાકે ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘મેગન’ સાથે એની સરખામણી કરી છે. અન્ય એક યુઝરે કહ્યું કે ઇલૉન મસ્ક હદ વટાવી રહ્યા છે. રોબોના હસબન્ડ ક્યાં છે? 

offbeat news international news washington elon musk