સ્વિમસૂટમાં ઇન્સ્ટા પર પોસ્ટ કરવી પડી ભારે, પ્રૉફેસરે આપવું પડ્યું રાજીનામું

10 August, 2022 09:56 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

સેન્ટ ઝેવિયર્સ યૂનિવર્સિટી, કોલકાતાની એક આસિસ્ટન્ટ પ્રૉફેસરે રાજીનામું આપવું પડ્યું છે. અંગ્રેજીના આસિસ્ટન્ટ મહિલા પ્રૉફેસરે આ સંબંધે વિશ્વવિદ્યાલય પ્રબંધનને 99 કરોડ રૂપિયાની માનહાનિની નૉટિસ પાઠવી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

ઇન્સ્ટાગ્રામ પર પોતાની સ્વિમસ્યૂટ પહેરેલી તસવીર પોસ્ટ કરવી એક મહિલા પ્રૉફેસરને ભારે પડી ગઈ, તેણે નોકરી ગુમાવવી પડી. સેન્ટ ઝેવિયર્સ યૂનિવર્સિટી, કોલકાતાની એક આસિસ્ટન્ટ પ્રૉફેસરે રાજીનામું આપવું પડ્યું છે. અંગ્રેજીના આસિસ્ટન્ટ મહિલા પ્રૉફેસરે આ સંબંધે વિશ્વવિદ્યાલય પ્રબંધનને 99 કરોડ રૂપિયાની માનહાનિની નૉટિસ પાઠવી છે.

તેમનો આરોપ છે કે વિશ્વવિદ્યાલયના પદાધિકારીઓએ તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા. જ્યારે પ્રશાસનનું કહેવું છે કે આને લઈને વાલીઓ તરફથી ફરિયાદ નોંધાવ્યા બાદ તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.

મળતી માહિતી પ્રમાણે એક વાલીએ પોતાના દીકરાને મોબાઈલમાં પ્રૉફેસરી સ્વિમ સ્યૂટ પહેરેલી તસવીર જોતાં પકડ્યો હતો. તેમનો દીકરો વિશ્વવિદ્યાલયમાં સ્નાતકના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેમણે વિશ્વવિદ્યાલય પ્રશાસનને આની ફરિયાદ કરી. તેમણે ફરિયાદનામામાં લખ્યું - "મેં મારા દીકરાને મહિલા પ્રૉફેસરની અશ્લીલ તસવીર જોતા પકડ્યો છે. એક મહિલા પ્રૉફેસરનું ઇન્ટરનેટ મીડિયા પર અંતર્વસ્ત્રમાં તસવીરો પોસ્ટ કરવું શરમજનક છે. એક વાલી તરીકે મારે માટે આ શરમજનક છે."

offbeat news kolkata national news