ફોટોગ્રાફર અતુલ કસબેકરે પ્રેરણારૂપ સંકલ્પ કર્યો : ગમેએટલો બિઝી હોઈશ, પેરન્ટ્સનો કૉલ પહેલાં ઉપાડીશ

28 May, 2024 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેંકડો યુઝર્સે અતુલ કસબેકરની આ વાતને બિરદાવતાં એને સૌથી શ્રેષ્ઠ સલાહ ગણાવી હતી.

અતુલ કસબેકર

ઑફિસના કામ કે બિઝનેસમાં બિઝી હોઈએ અને મમ્મી-પપ્પાનો કૉલ આવે ત્યારે મોટા ભાગના લોકો ‘હમણાં બિઝી છું, પછી કૉલ કરું’ એમ કહીને વાત કાપતા હોય છે. આવા લોકોએ જાણીતા ફોટોગ્રાફર અતુલ કસબેકર પાસેથી પ્રેરણા લેવા જેવી છે. કસબેકરે હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘એક વર્ષ પહેલાં મેં સંકલ્પ લીધો હતો કે મારા પેરન્ટ્સ જ્યારે પણ કૉલ કરશે ત્યારે હું વાત કરીશ. હું ભલે કોઈ મીટિંગમાં હોઉં કે બીજા કામમાં વ્યસ્ત હોઈશ તો પણ પછી કૉલ કરું એમ કહેવાને બદલે હું તેમની સાથે વાત કરીશ.’ આટલું કહીને કસબેકરે અન્ય લોકોને પણ આવો સંકલ્પ લેવા માટે સૂચન કર્યું હતું. સેંકડો યુઝર્સે અતુલ કસબેકરની આ વાતને બિરદાવતાં એને સૌથી શ્રેષ્ઠ સલાહ ગણાવી હતી.

offbeat news sex and relationships