ડૉગી સમજ્યા હતા, નીકળ્યો રીંછ...

05 March, 2023 09:41 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનના યુનાન પ્રાંતમાં કુનમિંગ શહેરની બહાર એક દુરસ્થ વિસ્તારમાં રહેતા સુ યાન નામની એક મહિલાએ ૨૦૧૬ના વેકેશનમાં વિશાળ ડૉગી દત્તક લઈને એનો ઉછેર કર્યો હતો

ડૉગી સમજ્યા હતા, નીકળ્યો રીંછ...

ચીનના યુનાન પ્રાંતમાં કુનમિંગ શહેરની બહાર એક દુરસ્થ વિસ્તારમાં રહેતા સુ યાન નામની એક મહિલાએ ૨૦૧૬ના વેકેશનમાં વિશાળ ડૉગી દત્તક લઈને એનો ઉછેર કર્યો હતો. તેના મતે આ ડૉગી તિબેટિયન માસ્ટિફ પપી હતું, પણ બે વર્ષ પછી તેને જાણ થઈ કે એ હકીકતમાં ડૉગી નહીં, રીંછ હતું. આ પ્રજાતિના ડૉગીનું કદ વિશાળ હોય છે તથા એને જાડા કાળા અને બ્રાઉન વાળ હોય છે અને વજન આશરે ૭૦ કિલો હોય છે.

આ વિશાળ ડૉગીની માલિકે પોતે એની અતિશય ભૂખથી કંટાળી ગઈ હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે એ રોજ બૉક્સ ભરીને ફળ અને બે બાલદી ભરીને નૂડલ્સ ખાતો હતો. સુ યાનના આ વિશાળ ડૉગીનું વજન ૧૧૩ કિલો જેટલું વધી ગયું અને કદમાં પણ અમર્યાદ વધારો જણાયો તથા બે પગે ચાલવાની એની ડૉગીઓમાં જોવા ન મળતી અસામાન્ય કુશળતાથી મૂંઝાઈને તેણે સત્તાવાળાઓનો સંપર્ક કરતાં તેમણે આ સંવેદનશીલ પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરાયેલા હિમાલયન બેઅર કે મૂન બેઅર તરીકે ઓળખાતા એશિયાટિક બ્લૅક બેઅર હોવાનું જણાવ્યું હતું. આ રીંછનું વજન મહત્તમ ૧૮૦ કિલો સુધી વધી શકે છે.

offbeat news china