28 April, 2024 02:11 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છત્તીસગઢના બિલાસપુરથી રતનપુર હાઇવે પાસેનાં ૮ ગામના લોકો વીજળીના ઝટકાથી ટેવાઈ ગયા છે. અહીં ખેતરમાં જતી વખતે લોકો લૉન્ગ બૂટ પહેરે છે અને ઘણી વાર ભેંસની પૂંછડી પકડે તો પણ વીજળીનો હળવો ઝટકો લાગે છે, કારણ એ છે કે આ ગામોમાં ઇલેક્ટ્રિક લાઇનના ૪૦થી વધારે ટાવર છે. આ વીજલાઇનો પરથી ૪૦૦થી ૮૦૦ કિલોવૉલ્ટનો વીજપ્રવાહ પસાર થાય છે જેને કારણે જમીન પર પણ વીજળીના હળવા ઝટકા અનુભવાય છે. વીજળી વિભાગનું કહેવું છે કે હાઈ વૉલ્ટેજ લાઇનની આસપાસની હવા આયોનાઇઝ હોય છે જેને કારણે કરન્ટ હવામાં જમ્પ કરી જાય છે. ટેક્નિકલ ભાષામાં એને ઑકિંગ કહે છે. આ સ્થિતિમાં હવા પણ વીજળીની વાહક બની જતી હોવાથી લોકોને કરન્ટનો અનુભવ થાય છે.