24 May, 2025 05:42 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
પહલગામ અટૅકના જવાબમાં ભારતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓનો ખાતમો કરવાનું ઑપરેશન સિંદૂર હાથ ધર્યું છે ત્યારથી ભારતીયોના દિલને જાણે બદલો લીધાની ટાઢક વર્તાય છે. આ ઑપરેશન સફળ બનાવનાર ભારતીય સેનાનો પણ લોકો દિલ ખોલીને આભાર વ્યક્ત કરે છે. કર્ણાટકના બેલગામમાં આવી જ આભારની અભિવ્યક્તિના ભાગરૂપે કોઈકે પોતાની કારને ઑપરેશન સિંદૂરની થીમમાં રંગી નાખી છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલો એ વિડિયો કર્ણાટકના બેલગામનો છે. એમાં ઑપરેશન સિંદૂરને સેલિબ્રેટ કરતાં સ્ટિકર્સ ચારેકોર લગાડેલાં છે એટલું જ નહીં, ઑપરેશન સિંદૂરની માહિતી શૅર કરનારાં કર્નલ સોફિયા કુરેશીનો ફોટો પણ સાઇડમાં લગાવેલો છે.